Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ખનીજ માફિયાઓએ હદ વટાવી: રાજપીપળામાં મૃતકોને દફનાવવાની જગ્યા પર પણ માટી ખનન થતા રોષ

સ્મશાન પાછળના વિસ્તારમા ગેરકાયદેસર માટી ખનન થતા માછી સમાજે કામ અટકાવી આવેદન આપ્યું: નાંદોદ મામલદારને જાણ કરતા તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવ્યું હતું.ત્યારબાદ કલેક્ટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા સ્મશાન ગૃહની બાજુમાં ખોદકામ કરાતું હોય આ જગ્યા પર માછી સમાજ અને આદિવાસી સમાજ વર્ષોથી મૃતકોને દફનાવવા અને અગ્નિ સંસ્કાર કરે છે તે જગ્યા પર ગેરકાયદેસર આ ખોદકામ ચાલુ હોવાની વાત જાણવા મળતા માછી સમાજ અને આદિવાસી સમાજના આગેવાનોએ નાંદોદ મામલદાર ડી.કે.પરમાર ને જાણ કરતા મામલદારે તાત્કાલિક એ જગ્યા પર કસ્બા તલાટીને મોકલી બને પક્ષના જવાબો લઈ કામ બંધ કરાવ્યું હતું. ત્યારબાદ બુધવારે માછી સમાજે નર્મદા કલેક્ટર,પ્રાંત અને પાલીકામાં પણ આ બાબતે આવેદન પત્ર આપ્યું જેમાં સ્મશાન ગૃહની જમીન માં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માટી ખોદકામની ગેર કાયદેસર પ્રવૃતિ શરૂ કરવામાં આવી છે.

 આ પ્રવૃતિમાં જે.સી.બી મશીન તથા ટ્રેકટર દ્વારા ખોદકામ ની પ્રવૃતિ કરવામાં આવી રહી છે.આ સ્મશાન ભૂમિ ની જગ્યા એ સમસ્ત રાજપીપળા માછી સમાજ તથા અન્ય સમાજ ને વર્ષો પહેલા થી મળી છે.આ ભૂમિ પર માછી સમાજના સ્વજનોના મૃતદેહને દફન કરાય છે. હાલ રાજપીપળા માછી સમાજ પાસે દફન વિધિ માટે અન્ય કોઇ જગ્યા નથી જેથી ત્યાં જે ખોદકામ થઇ રહયુ છે તેને તાત્કાલીક અટકાવવા રજુઆત કરાઇ હતી

(7:12 pm IST)