Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરતમાં કોરોના વિસ્ફોટ : નવા 82 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1903 થઇ

સુરત સિટીમાં 71 કેસ અને જિલ્લામાં વધુ 11 કેસ નોંધાયા : કુલ 1259 દર્દીઓ સાજા થયા

સુરતમાં આજે કોરોના પોઝિટિવ કેસમાં ચોંકાવનારો વધારો થયો છે આજે  બુધવારે સુરતમાં કોરાનાના કુલ ૮૨ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે જેમાં સુરતના 71 નવા જિલ્લાના 11 કેસ મળી આવ્યા છે સુરતમાં અત્યાર સુધીમાં ફુલ 1903 કોવિડ 19 ના દર્દીઓ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 1,259 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

(6:54 pm IST)