Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઉમરેઠની અસ્થિર મગજની મહિલાનું રિક્ષામાં અપહરણ કરી ગેંગરેપ ગુજારવાના આરોપસર પકડાયેલ નરાધમોના જામીન અદાલતે નામંજૂર કર્યા

ઉમરેઠ: ખાતે રહેતી એક અસ્થિર મગજની મહિલાનું રીક્ષામાં અપહરણ કરીને લઈ જઈ ગેંગરેપ ગુજારવાના આરોપસર ધરપકડ કરાયેલા શખ્સની જામીન અરજી આણંદની ડિસ્ટ્રક્ટિ કોર્ટે ફગાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠના પીપળીયા ભાગોળ ખાતે રહેતી ૪ સંતાનોની માતા એવી ૩૮ વર્ષીય મહિલા ત્રણેક વર્ષથી અસ્થિર મગજની થઈ જવા પામી છે. જેને લઈને ઘરની આજુબાજુ વિસ્તારમાં ફરીને સુમસામ બેસી રહે છે. ગઈકાલે તેણી ખોડીયાર માતાના બાંકડા આગળ બેઠી હતી ત્યારે શૈલેષભાઈ અશ્વિનભાઈ રાવળ, સુરેશસિંહ ચન્દ્રસિંહ બોડાણા અને સંદિપભાઈ ઉર્ફે મરઘો રમેશભાઈ રાવળ એક રીક્ષામાં બેસાડીને તેણીનું અપહરણ કરીને બેચરી તરફ નહેર પર લઈ ગયા હતા ત્યાંથી સંદિપ ઉર્ફે મરઘો પરત આવતો રહ્યો હતો જ્યારે શૈલેષ અને સુરેશસિંહ તેણીને સુરેલી ગામ જતા પહેલા ખોડીયાર માતાના મંદિર આગળ આવેલી કેનાલની બાજુમાં ઝાડીઓમાં લઈ ગયા હતા જ્યાં નગ્ન કરીને બન્ને શખ્સોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતુ.

(5:46 pm IST)