Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભાભર તાલુકાના બલોધણ ગામે ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:5.72 લાખના મુદામાલ સાથે 12 આરોપીઓની ધરપકડ

ભાભર:તાલુકાના બલોધણ ગામે જુગારધામ ઉપર સાઇબર ક્રાઇમ રેન્જ આઇજી ભુજની ટીમ ત્રાટકી હતી. રૃ.૫.૭૨ લાખનો મુદ્દામાલ સાથે ૧૨ આરોપીઓને ઝડપી લેવામાં ૫ોલીસને સફળતા મળી હતી. આરોપીઓ જ્યારે નાસી જવામાં સફળ થયા હતા. તેમજ નામી બુકી મજીદ રાધનપુર સહિત બાર જુગારીયાઓ તેમજ ૪૮ હજાર રોકડા,૧૧ મોબાઇલએક કાર સહિત ૫.૭૨લાખનો મુદ્દામાલ ઝડપી જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

બાતમી આધારે સરહદી ભુજ રેન્જ આઇ જી સુભાષ ત્રિવેદીની સુચનાથી સાઇબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજ ટીમે બલોધર ગામની સીમમાં કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતું હતું. ત્યાં અચાનક ત્રાટકતાં ધાણીપાસનો હારજીતનો જુગાર રમતા બાર જુગારીયાઓને ઝડપી પાડયા હતા. તેમજ પાંચ જુગારીઆઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. બલોધણ જુગારધામ ઉપર સરહદી રેન્જ ભુજ ટીમે સફળ રેડ પાડી હોવાની જાણ ભાભરમાં થતા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે જુગારધામ ઉપરથી રૃપિયા ૪૮ હજાર રોકડા ૧૧ નંગ મોબાઇલ કિંમત રૃ.૨૪૦૦૦ પાંચ લાખની લકઝરીર્સ કાર સાથે કુલ ૫.૭૨લાખનો મુદામાલ કબજે કરી ફકિર મોહમ્મદ નુર મોહમ્મદ શેખ ,રહે.રાધનપુર,મેહુલ બાબુલાલ ઠક્કર ,રહે.દિયોદર,કરશન ગણેશભાઇ પટેલ ,રહે.મીઠી પાલડી,અશોક રણછોડભાઇ ડોડીયા ,રહે.દિયોદર,રણજીત ગોવિંદભાઇ ડોડીયા ર,હે.દિયોદર,અબ્દુલ મજીદ રહેમાનરહે.રાધનપુર,ચકુભા બચુભા રાઠોડરહે.ભાભર,વિષણુભા બલુભા રાઠોડ ,રહે. ભાભર,નવીન દલાભાઇ માળી ,રહે. બાલોધણ,યોગેશ વખતરામ વ્યાસ ,રહે.દિયોદર,પ્રહલાદ રામચંદજી ઠાકોરરહે.અબાસણા,સુરાજી ચાદાજી ઠાકોર રહે.બલોધણ તમામ જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ૧૨ આરોપીને કસ્ટડીમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે પ્રેમાજી રાજીજી ઠાકોર રહે.બલોધણ,આશુ ઠાકોર રહે.બલોધણ,ઇમરાન અબ્દુલ શેખ રહે.રાધનપુર,સુનીલ હસમુખભાઇ ઠાકોર,ધનાજી ભદેવજી માળી રહે.બલોધણફરાર આરોપીને ઝડપી પાડવા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)