Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સાવલી તાલુકામાં વાવાઝોડા દરમ્યાન ઝાડ પરથી કેરી તોડવા ગયેલ શખ્સને કાળ ભરખી ગયો:વરસાદ સાથે વીજળી પડતા એક શખ્સનું મૃત્યુ

સાવલી: તાલુકામાં ફૂંકાયેલા વાવાઝોડા દરમિયાન અંજેસર ગામે ખેતરમાં કેરી પાડતી બે વ્યક્તિ પર ગાજવીજ અને વરસાદ સાથે વીજળી પડતાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

સાવલી તાલુકાના અંજેસર ગામે બનેવીના ઘરે આવેલો સાળો અને બનેવી બંન્ને જણ ખેતરમાં કેરી પાડતા હતા. ત્યારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ શરૃ થયો હતો. દરમિયાન કેરીઓ પાડી રહેલા ૩૨ વર્ષનો સાળો અંદરસિંહ પ્રતાપસિંહ પરમાર ( રહે, કપુરાઇ) અને બનેવી કિરીટભાઇ જીવાભાઇ પરમાર (રહે.અંજેસર ), તથા દર્શન પરમાર ખેતરમાં હતા ત્યારે ઓચિંતી વીજળી પડતાં દર્શન પરમારને માથાની પાછળના ભાગે ઝાટકો વાગતાં તે પડી ગયો હતો. જ્યારે અંદરસિંહ પરમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કિરીટભાઇ પરમારને ગંભીર ઇજા થતાં સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો છે.અંદરસિેહ અડાસ ગામ  ખાતે મોલ્ડીંગ વિભાગમાં નોકરી કરતો  હતો.

(5:40 pm IST)