Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમદાવાદના ઓઢવમાં ડેકીમાં રાખેલ 2લાખ 98 હજારની મતાની ચોરી થઇ જતા આંગડિયા પેઢીના કર્મચારીએ પોલીસનો સહારો લીધો

અમદાવાદ; શહેરના ઓઢવમાં રહેતા વિજય કુમાર આર નાદિયા રખિયાલની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. દરમિયાન તેઓ બાપુનગરમાં રમેશભાઈ કાંતિભાઈ આંગડિયા પેઢીમાંથી 2,98,500 રૂપિયા એક્ટિવાની ડેકીમાં મૂકીને મેમ્કો આનંદ સર્જિકલ હોસ્પિટલ પાસે એક દુકાનમાં ચેક લેવા ગયા હતા.

દરમિયાન તેમના એક્ટિવાની ડેકી ખોલી કોઇ શખ્સ અંદરથી 2,98,500 રોકડા ચોરી ગયો હતો. આ અંગે તેમણે શહેરકોટડા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:39 pm IST)