Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પરમ દિવસે (પૂનમ)ના ૨૪ કલાક સત્તાવાર સિંહ અવલોકનઃ વસ્તીનો કયાસ કઢાશે

પરંપરાગત ગણતરી કોવિડ-૧૯ના કારણે આ વર્ષે શકય નથી

રાજકોટ, તા. ૩ :. દુનિયાભરમાં ગીરના સિંહ ગુજરાત માટે ગૌરવરૂપ છે. દર પાંચ વર્ષે ગીરના જંગલોમાં વિહરતા સિંહોની પરંપરાગત વસ્તી ગણતરી યોજવામાં આવે છે. આ ગણતરીમાં વન વિભાગના કર્મચારીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, નિષ્ણાંતો, પ્રકૃતિપ્રેમીઓ, વાઈલ્ડ લાઈફના સ્ટેટ અને નેશનલ બોર્ડના સભ્યો સહિતના આ ગણતરીમાં જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે આ પદ્ધતિની ગણતરી યોજવી શકય ન હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી પૂનમના દિવસે ૨૪ કલાક માટે પોતપોતાના વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સિંહોનું અવલોકન કરી નોંધ કરતા હોય છે. આ સિંહાવલોકન પરમ દિવસે તા. ૫-૬-૨૦૨૦ને પૂનમના બપોરે ૨ કલાકથી તા. ૬-૬-૨૦૨૦ના બપોરે ૨ કલાક સુધી યોજાયુ છે. આ અવલોકનના આધારે ગીરના સિંહોની વસ્તીનો આંકડો તાગવામાં આવશે તેમ મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

(4:19 pm IST)
  • છેલ્લા ૨૪ કલાકમાં આટલા જીલ્લાઓમાં વરસાદ ખાબકયો : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના જુનાગઢ, આણંદ, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ખેડા, વલસાડ, સાબરકાંઠા, ડાંગ, અમરેલી, મોરબી, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ જીલ્લામાં વરસાદ પડયો. રાજયના ૩૧ તાલુકાઓમાં વરસાદ. જુનાગઢના માળીયા તાલુકામાં બે ઇંચ ખાબકયો હતો. access_time 11:56 am IST

  • પોરબંદર કાવેરી હોટેલની બાજુમા એક વ્યક્તિની લાશ મળી : મૃતકની ઓળખ સહિતની બાબતે પોલિસે તપાસ હાથ ધરી access_time 12:59 am IST

  • અનંતનાગમાં ઇમર્જન્સી લેન્ડીંગ માટે રન-વેની તૈયારી : લડાખ સરહદે ચીની લશ્કરની હલચલ વચ્ચે : નેશનલ હાઇવેના કિનારે ૩II કિ.મી.નો આપાતકાલીન લેન્ડીંગ રન-વે બનાવવાનું કામ રાત-દિવસ ચાલુઃ લોકોમાં દહેશતનો માહોલ access_time 4:43 pm IST