Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભાજપના સંભવિત 'ઘા' પહેલા કોંગી સક્રીયઃકાલે ધારાસભ્યોની રાજયસભાલક્ષી બેઠક

બન્ને બેઠકો જીતવા રણનીતિ ઘડાશેઃ ધારાસભ્યોને સહેલગાહે લઇ જવાની વિચારણા

અમદાવાદ તા. ૩: કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે રાજયસભાની ચૂંટણી સ્થગિત કરવામાં આવેલ હતી. હવે આગામી ૧૯મી જૂને રાજયસભાની ચૂંટણી યોજાશે તે પૂર્વે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની એક ખાસ બેઠક યોજાવાની છે. જેમાં રાજયસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે.

જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહી રાજયસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરશે. ચૂંટણીના મતદાન બાબતે પણ બેઠકમાં ચર્ચા થનાર છે. આવતીકાલે અમદાવાદમાં બપોરે એક કલાકે ધારાસભ્યોની યોજાશે બેઠક પર સૌની નઝર છે.

રાજયસભાની ૪ બેઠકની પેટાચૂંટણી તા. ૧૯મીએ યોજાનાર છે. જેમાં કોંગ્રેસે શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતાર્યા છે. ભાજપે બેમાંથી એક ઉમેદવારને હરાવી પોતાના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા માટે ગયા માર્ચમાં કોંગીના પ ધારાસભ્યોને રાજીનામા અપાવેલ. અત્યારે બન્ને પક્ષ માટે એક-એક મત નિર્ણાયક છે. ભાજપ વધુ કોઇ ધારાસભ્યોને ન ખેંચે તેી કાલે ચર્ચા થશે. ધારાસભ્યોને પ્રવાસે લઇ જવાય તેવી શકયતા નકારાતી નથી.

(4:18 pm IST)