Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સરકારી કર્મચારીઓ જોગ સામાન્ય વહીવટ વિભાગને પરિપત્ર

લિફટમાં ૪ થી વધુ લોકોએ જવુ નહિ, મોઢુ દીવાલ તરફ જ રાખવું !

અત્યંત જરૂરી સિવાઇ મુલાકાતીઓના પ્રવેશ પર બાન

રાજકોટ,તા.૩ : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કોરોનાને અનુલક્ષીને સરકારી કર્મચારીઓ માટે ગત.૧ના રોજ પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં લિફટમાં જવા-આવવા સહિતની બાબતોની સૂચના આપવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ ન હોય તેવી containment zone માં આવેલી રાજય સરકારની તમામ કચેરીઓ બંધ રહેશે,ઉપરાંત containment zoneમાં રહેતા કર્મચારી/ અધિકારીને ફરજ પર બોલાવવાના રહેશે નહીં.

containment zoneની બહારના વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ ૧૦૦% સ્ટાફ સાથે ચાલુ રહેશે.

દરેક કચેરીના વડાએ તેમજ દરેક કર્મચારી / અધિકારીએ સ્થાનિક જિલ્લા તંત્ર / મંડળો / આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત જારી કરાયેલી containment zone સંબંધની માહિતીથી અપડેટ રહેવાનું રહેશે.

પરિપત્રમાં જણાવાયું છે કે કચેરી/કામના સ્થળે કોવિડ-૧૯નો ફેલાવો રોકવા માટે ઓછામાં ઓછું ૬ ફુટ નુ અંતર (બે ગજનું અંતર) અવશ્ય જાળવવું. કર્મચારીઓના વિરામના સમયમાં સ્ટેગરીંગ (બધા માટે વિરામનો એક જ સમય ન હોય તેવું) દા.ત. બપોરે ૧:૩૦ થી ૨:૦૦ અને ૨:૦૦ થી ૨:૩૦ સુનિશ્ચિત કરી શકાય. કર્મચારીઓએ સમૂહમાં ભોજન (બપોરનું) લેવાનું ટાળવુ.

કામના સમગ્ર સ્થળ, સહિયારી સુવિધાઓ અને માનવીય સંપર્કમાં આવેલ તેવી તમામ વસ્તુઓ જેમ કે દરવાજાના હેન્ડલ, કી-બોર્ડઝ, ટેલીફોન્સ, દરવાજાના હેંડલ્સ/નોબ્સ વગેરેને વારંવાર જંતુમુકત (સેનિટાઈઝ) કરવામાં આવે તે સુનિશ્ચિત કરવુ. આમાં લિફટ્નો પણ સમાવેશ થાય છે. કોરિડોરમાં આંટા મારવાનું કે ભેગા થવાનું ટાળવુ અને બે ગજનું અંતર જાળવી અવર જવર કરવી. લિફ્ટમાં ૪ થી વધુ લોકોને જવા-આવવાની છુટ નથી. લિફ્ટમાં દરેક વ્યકિતએ એકબીજાની સામે નહીં પરંતુ દિવાલ તરફ મોં રાખી ઉભા રહેવું. લિફ્ટની પ્રતિક્ષા કરતી વખતે બે ગજના અંતરનું પાલન કરવુ અને કતારમાં ઉભા રહેવું. અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

(2:55 pm IST)