Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજ્યસભાની ચૂંટણી પહેલા કાલે અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક : ઘડાશે રણનીતિ

ચૂંટણીના મતદાન બાબતે બેઠકમાં ચર્ચા થશે

અમદાવાદ : કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે રાજ્યસભાની ચૂંટણી સ્થગિત કરવામાં આવેલ હતી. હવે આગામી 19 મી જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે તે પૂર્વે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની એક ખાસ બેઠક યોજાવાની છે.જેમાં રાજ્યસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડાશે 

જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ અને ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહી રાજ્યસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરશે. ચૂંટણીના મતદાન બાબતે પણ બેઠકમાં ચર્ચા થનાર છે. આવતીકાલે અમદાવાદમાં બપોરે એક કલાકે ધારાસભ્યોની યોજાશે બેઠક પર સૌની નઝર છે.

(1:28 pm IST)
  • છેલ્લા ૨૪ કલાકમાં આટલા જીલ્લાઓમાં વરસાદ ખાબકયો : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના જુનાગઢ, આણંદ, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ખેડા, વલસાડ, સાબરકાંઠા, ડાંગ, અમરેલી, મોરબી, તાપી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ જીલ્લામાં વરસાદ પડયો. રાજયના ૩૧ તાલુકાઓમાં વરસાદ. જુનાગઢના માળીયા તાલુકામાં બે ઇંચ ખાબકયો હતો. access_time 11:56 am IST

  • જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ :ગ્રેઈન માર્કેટ વિસ્તારના 48 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સંક્રમિતની કુલ સંખ્યા 54 થઇ : 3 દર્દીઓ સારવાર હેઠળ છે : અગાઉ બે બાળકોના મૃત્યુ થયેલ છે access_time 10:18 pm IST

  • દેશના કાંઠે નેઋત્યના ચોમાસા દરમિયાન બીજુ વાવાઝોડુ ત્રાટકયું : રાયગઢમાં અનેક વૃક્ષોનો ખુરદો બોલાવતુ નિસર્ગ વાવાઝોડુઃ વાવાઝોડુ તટ ઉપર ત્રાટકી ચુકયુ છેઃ ૩ કલાક સુધી મહારાષ્ટ્રને ધમરોળી પસાર થઇ જશે access_time 3:53 pm IST