Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ દર્દીઓ સાજા થતા રજા અપાઈ : કુલ 79 દર્દીઓ કોરોના મુક્ત થયા

સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા પરિવારજનો અને તંત્રને રાહત

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં બે માસની બાળકીથી લઈ ૮૦ વર્ષના વૃધ્ધા સુધી કોરોનાના દર્દીઓને કોરોના મુક્ત કરતી સાબરકાંઠાની તબીબી ટીમે વધુ ત્રણ દર્દીઓને સાજા કરી તેમના ઘરે પરત ફરતા દર્દીઓના પરિવારજનો સાથે તંત્રએ પણ રાહત અનુભવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૯ દર્દીઓ સારવાર લઇને કોરોના મુકત બન્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ, મેડીસ્ટર હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર એમ ત્રણ જગ્યાએ કોરોનાની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સારવારને અંતે ૭૯ દર્દી સારવાર લઈ ઘરે સાજા થઈ ગયા છે. તા.૨ જુનના રોજ વધુ ત્રણ જેટલા દર્દી સાજા થયા જેમાં કોવિડ કેર સેન્ટરના એક દર્દી પોશીનાના સાલેરાના ૨૦ વર્ષીય યુવક મોતીભાઇ ગમાર અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હિંમતનગર ખાતેથી અન્ય બે દર્દી ખેડબ્રહ્માના ૫૨ વર્ષીય બેગડિયા શંકરભાઇ તેમજ વડાલીના ૬૦ વર્ષીય ભીખાભાઇ ચૌહાણ સાજા થઈ ઘરે ગયા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૯૨ દર્દી નોંધાયા છે. જેમાંથી ૭૯ દર્દી કોરોના મુક્ત થયા છે. હાલ ૧૦ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે

(10:45 am IST)