Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વાવાઝોડા સામે તમામ વીજ કંપનીમાં ખાસ કંન્ટ્રોલ રૂમઃ ૧૦૪ સબ ડિવીઝનમાં હાઇ એલર્ટ

હોસ્પિટલ-સરકારી કચેરીઓમાં વિજળી- ન ખોરવાય તેવી તૈયારીઓ કરાઇ

રાજકોટ તા.૩: વાવાવઝોડા નિસર્ગ અસરને લઇને ઉર્જા વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર થાય તો વીજળી ન ખોરવાય તે માટેની વ્યવસ્થા કરાઇ છે. આ મામલે ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ છે કે ઉર્જા વિભાગ દ્વારા તમામ કંપનીઓમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. તમામ કંટ્રોલ રૂમમાં નોડલ ઓફિસરની નિમણુંક કરાઇ છે. ઉર્જા વિભાગ દ્વારા પ્રાધાન્ય હોસ્પિટલ, સરકારી કચેરી , સીએચસી, પીએચસીમાં વિજળી ન ખોરવાય તેવી તૈયારીઓ કરાઇ છે. તેમણે વધુમાં વધુ જણાવ્યુ હતુ કે, વીજળી ખોરવાઇ નહી તેવી વ્યવસ્થા કરી છે. ૬૮૩ કોન્ટ્રાકટરો જરૂર પડે ત્યાં પહોંચી જશે.

૧૦૪ સબ ડિવીઝનમાં કર્મચારીઓ તૈયાર હશે. વાવાઝોડુ આવશે તો ઉર્જા વિભાગની તમામ તૈયારી રેડી છે. ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે.

(10:42 am IST)