Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

લૉકડાઉનના નિર્ણયને ગેરબંધારણીય : ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ PIL દાખલ કરાઈ

અરજીને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને લોકડાઉન લાગુ કરવા અંગે જવાબ માંગ્યો

અમદાવાદ : સમગ્ર ભારત સહિત વિશ્વ કોરોના મહામારી સામે લડવા  ભારત સરકારે લોકડાઉનનો નિર્ણય લઈ લોકોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્ર સરકારે લીધેલાં લૉકડાઉનના નિર્ણયને ગેરબંધારણીય ગણાવતાં એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ PIL દાખલ કરી છે

 

 . દેશમાં લૉકડાઉનનો નિર્ણય અયોગ્ય હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદારે લૉકડાઉનને ગેરબંધારણીય જાહેર કરવા માંગ કરી છે. તેને લઈને સમગ્ર મામલે કેન્દ્ર સરકારને આ મામલે રિપોર્ટ ફાઇલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે કરેલી લૉકડાઉન અંગેની અરજી પર સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ ઈલેશ વોરાની સંયુક્ત બેન્ચ સુનાવણી કરી હતી. અરજદારની અરજીને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને લોકડાઉન લાગુ કરવા અંગે નોટિસ ફટકારી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્ર સરકારે લૉકડાઉન અંગે ગુજરાત હાઈકોર્ટને જવાબ રજુ કરવો પડશે.

 

(8:58 am IST)