Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજ્યના શ્રેષ્ઠત્તમ તબીબોના એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની રચના કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

કોરોના કોવિડ-19 સામે વ્યૂહરચના-સ્ટ્રેટેજી ઘડી અમલીકરણ-સુપરવિઝન-દેખરેખ રાખશે :સરકારને ભલામણ અહેવાલ આપશે

 

અમદાવાદ : રાજ્યના શ્રેષ્ઠત્તમ તબીબોના એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રચના કરી છે  એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સમાં ખ્યાતનામ ડૉકટર્સ સર્વ ડૉ. અતુલ પટેલ- ડૉ. તુષાર પટેલ - ડૉ. આર. કે. પટેલ - ડૉ. તેજસ પટેલ- ડૉ. મહર્ષિ- ડૉ. દિલીપ માવલંકર- ડૉ. પંકજ શાહ - ડૉ. અમીબહેન પરીખ- ડૉ. વી.એન.શાહનો સમાવેશ કર્યો છે આરોગ્ય અગ્ર સચિવ  ગૃપના કન્વીનર તરીકે રહેશે

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19 વાયરસ સામે રાજ્યમાં વ્યૂહરચનાસ્ટ્રેટેજી ઘડીને  અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે જેટલા શ્રેષ્ઠ અને ખ્યાતનામ  તબીબોના ગૃપ ઓફ એકસપર્ટ ની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ સામેના રાજ્ય સરકારના ઉપાયો, ઉપચારાત્મક પગલાંઓ તથા આરોગ્ય વ્યવસ્થામાં રાજ્યના શ્રેષ્ઠ-તજ્જ્ઞ તબીબોનું માર્ગદર્શન-સલાહ સૂચનો માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

   બેઠકમાં આરોગય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિએ કોરોનાકોવિડ-19 સામેના રાજ્ય સરકારે હાથ ધરેલા ઉપાયો, સારવાર તથા અન્ય સર્વગ્રાહી બાબતોનું પ્રેઝન્ટેશન પ્રસ્તૃત કર્યુ હતું.
  
મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત તબીબોની તજ્જ્ઞતા-એકસ્પર્ટાઇઝનો વિનિયોગ રાજ્યની જનતા જનાર્દનની આરોગ્ય સુખકારી વધુ સંગીન બનાવવા મળી રહે તેવી અપિલ કરી હતીમુખ્યમંત્રીએ હેતુસર આઠ જેટલા વરિષ્ઠ અને ખ્યાતનામ શ્રેષ્ઠ તજ્જ્ઞ તબીબોના એકસપર્ટ  ગૃપની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

  એકસપર્ટ ગૃપ કોવિડ-19 સામે વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને સુપરવિઝન તથા જાહેર આરોગ્ય-પબ્લીક હેલ્થને સુદ્રઢ કરવાના શોર્ટટર્મ, મિડીયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો ભલામણો રાજ્ય સરકારને આપશે.

  આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિના કન્વીનર પદે રચાનારા એકસપર્ટ ગૃપમાં તજ્જ્ઞ તબીબો સર્વશ્રી ડૉ. અતુલ પટેલ- ડૉ. તુષાર પટેલ - ડૉ. આર. કે. પટેલ - ડૉ. તેજસ પટેલ- ડૉ. મહર્ષિ- ડૉ. દિલીપ માવલંકર- ડૉ. પંકજ શાહ - ડૉ. અમીબહેન પરીખ- ડૉ. વી.એન.શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એકસપર્ટ ગૃપ સમયાંતરે તેનો ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આપશે અને ભલામણોના આધારે રાજ્ય સરકાર રણનીતિ તય કરશે.

  મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના કોવિડ-19 પછી જે રીતે આર્થિક ઔદ્યોગિક સ્થિતીના સુધારાઓની ભલામણો માટે ડૉ. હસમુખ અઢિયાની તજ્જ્ઞ સમિતી કાર્યરત છે તે પરિપાટીએ એકસપર્ટ ગૃપ પણ કોવિડ-19ને લગતી પબ્લીક હેલ્થ સિસ્ટમ, હેલ્થ ફેસેલીટીઝ તથા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સહિતના વિષયો પર રાજ્ય સરકારને ભલામણો કરશે.

   ઉચ્ચસ્તરીય બેઠકમાં તજ્જ્ઞ તબીબો, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કોવિડ-19 સારવાર સહિતની બાબતોના રાજ્યના મુખ્ય સંકલન અધિકારી અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિ, સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના અધિકારીઓ જોડાયા હતા

(11:10 pm IST)