Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

હિંમતનગરમાં ઉલટીગંગા: ભાજપના 30 નારાજ કાર્યકરોએ રાજીનામાં આપીને કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલના ત્યા પહોંચી કોંગ્રેસમાં જોડાઈ ગયા

હિંમતનગર : લોક ડાઉનમાં છૂટછાટ મળતા જ હવે સાબરકાંઠા જીલ્લામાં રાજકીય ગતિવિધિ તેજ બની છે.હિમતનગરમાં ભાજપ સરકારની કામગીરીથી અસંતુષ્ટ થયા હતા.અને જણાવ્યું કે કોંગ્રેસનાં પંજા સાથે હાથ મિલાવ્યો હે, હિમતનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કમલેશ પટેલના ત્યાં આજે ૩૦ જેટલા બારોટ સમાજના કાર્યકરો પહોચ્યા હતા. કોરોનાના કહેરમાં લોકોને સહયોગ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાથી તેઓ ભાજપમાંથી કોગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યુ હતું

(10:13 pm IST)