Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કેવડિયા ફેંસીંગ મુદ્દે આદિવાસીઓનો ભારે વિરોધ યથાવત: એક આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ

નર્મદા ડેમ પાસે કેવડિયામાં ફેંસીંગ મામલે પોલીસ સાથે ગ્રામજનોનું ઘર્ષણ:આધેડે આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસે અટક કરી:છ ગામમાં ફૅન્સીન્ગ મામલે ગ્રામજનોનો દસમા દિવસે પણ વિરોધ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કેવડિયા ગામમાં તંત્ર દ્વારા આજે પોલીસે કાફલા સાથે ગામમાં પહોંચી કામ શરુ કરાતા કામને અટકાવવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું દરમ્યાન નટવરભાઈ કાંતિ તડવી નામના એક ગ્રામજને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.સાથે સાથે એક યુવાનને પણ ઇજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ માં ખસેડાયો હતો.

 

ગતરોજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ ગામોની મુલાકાત લીધી હતી ત્યારે આ છ ગામના લોકોની મુલાકાત દરમિયાન આદિવાસીઓની જમીન સરકાર પચાવી પાડતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.ત્યારે આજે ફરી આ બાબતે ઘર્ષણ થતા ગામના નટવરભાઈ કાંતિ તડવી નામના એક આધેડ વ્યક્તિ એ પોતાના ઉપર કેરોસીન નાખી આત્મહત્યા નો પ્રયાસ કર્યો જેમાં તેમની જમીન સંપાદન ન થઈ હોવાનો આધેડે આક્ષેપ કર્યો હતો. આત્મવિલોપન નો પ્રયાસ કરનારા આ વ્યક્તિની પોલીસે અટકાયત કરી કેવડીયા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા ત્યારે આશ્ચર્ય એ વાત નું છે કે ચારે તરફ થી ફૅન્સીન્ગ કામ નો વિરોધ થઇ રહ્યો હોવા છતાં સરકાર દ્વારા કેમ કોઈ સુખદ ઉકેલ લાવવા ને બદલે કામ ચાલુ રખાયું હોય તેવા સંજોગોમાં બેઠક કરી કોઈ વચલો માર્ગ કાઢી સરકારે આ ઘર્ષણ ને અટકાવવું રહ્યું.

(9:30 pm IST)