Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

‘અમદાવાદ ઓર સુરત 14 દિન સેના કે હવાલે’ ની ફેક પોસ્ટ વાયરલ કરનાર મહેબૂબ બાબુની ધરપકડ

મુખ્યમંત્રીએ પણ ખુલાસો કરવો પડ્યો હતો : સાયબર સેલે આરોપીને ઝડપી લીધો

અમદાવાદ :સેના કે હવાલે અમદાવાદ ઓર સુરત 14 દિન કે લીયે સોંપા જાયેગાનો ફેક મેસેજ વાયરલ કરનાર આરોપી મહેબૂબ બાબુને સાયબર સેલે ઝડપી લીધો છે.મુખ્યમંત્રીએ પણ આ ખોટા મેસેજ અંગે ખુલાસો કરવો પડ્યો હતો.

 આરોપીએ મેસેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરેં. દૂધ ઓર દવાઈ કે સીવા કુછ નહીં મિલ પાયેગા, હો સકે તો સ્ટોક કર લો. લોકડાઉન 4 પુરૂ થવાના ગણતરીના દિવસોમાં બાકી હતા તે જ ગાળામાં આ પ્રકારની પોસ્ટ આરોપીએ વાયરલ કરી લોકોમાં અફરાતફરી મચે તેવો પ્રયાસ કર્યો હતો.

સાયબર સેલે પોસ્ટ વાયરલ કરનાર શખ્સ અંગે તપાસ કરતા તે નડીયાદનો હોવાની વિગત મળી હતી. જેના પગલે 50 વર્ષીય આરોપી મહેબૂબભાઈ મહંમદભાઈ બાબુના(રહે, એહમદી સોસાયટી,બારકોશિયા રોડ,નડીયાદ ખેડા)ની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. લોકડાઉન 4 પુરૂ થવાના ત્રણ દિવસ અગાઉ આરોપીએ ભ્રામક પોસ્ટ બનાવી લોકોમાં ગભરાટ ફેલાવી તેઓને રસ્તા પર વસ્તુઓની ખરીદી માટે ઉતારી દેવાના ઈરાદા સાથે વાયરલ કરી હતી.

આ પોસ્ટમાં અહમદાબાદ ઓર સુરત 14 દિન કે લીયે સેના કે હવાલેના મથાળા હેઠળ ગુજરાત સરકાર કી બેઠક ચલ રહી હૈ,કિસી ભી સમય પર અહમદાબાદ પૂર્ણ બંધ કી ઘોષણા કી જાયેગી. સિટી આર્મી કો સોંપને જા રહે હૈ, હો શકતા હૈ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરે. શાકભાજી કીરાણા કા સ્ટોક કર લો.અહમદાબાદ કે કિસી ભી દોસ્તો કો સુચિત કરે. સાયબર સેલએ આ પ્રકારની પોસ્ટ આવતા તે ફેક હોવાની લોકોમાં સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં પોસ્ટ કરનાર વ્યક્તિ વિરુદ્ધ શનિવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે પોસ્ટ વાયરલ થયાના ગણતરીના કલાકોમાં કોઈ કડક લોકડાઉન નથી થવાનું અને ગભરાવાની કોઈ જરૂર નથી તેવી જાહેરાત કરી હતી. તંત્રની સચેતતાને પગલે આરોપીની મેલી મુરાદ પાર પડી ન હોતી. સાયબર સેલે આ અંગે શનિવારે ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ તપાસ હાથધરી હતી.

(9:20 pm IST)