Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

બુટલેગરો બેખોફ :દારૂનો વિરોધ કરતા યુવાનને ઝાડ સાથે બાંધીને ધોકા લાકડી વડે ઢોર માર માર્યો :વિડિઓ વાયરલ

બનાસકાંઠાના કાંકરેજના અરણીવડાની ચકચારી ઘટના :ખિસ્સામાંથી 15 હજાર રોકડ અને મોબાઈલ પણ લૂંટી લીધા

બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેખોફ બન્યા છે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક યુવકને ઝાડ સાથે બાંધી માર મારતો વિડિઓ વાઇરલ થયો હતો. જેમાં અરણીવાડા ગામે રહેતા અને મજુરી કરતા પરમાર રાકેશભાઈ બચુભાઈ તેમના આંગણવાડી કેન્દ્ર પાસે આવેલ દુકાન પાસે થઈ જઈ રહ્યો હતો. ત્યારે આંગણવાડીમાં કેટલાક શકશો દ્વારા દેશી દારૂનો વેપાર ચાલુ હતો.

  તે સમયે રાકેશભાઈએ ભઇલુજી ઠાકોરને કહ્યું કે, તમે અહિયાં દારૂ કેમ વેચો છો. જેથી બુટલેગર ભઈલુજીએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી ગડદાપાટુનો માર મારી તેને વડલા ના ઝાડ સાથે બાંધી ધોકા લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જ્યારે ખિસ્સામાં રહેલા રૂપિયા 15000 રોકડા અને સેમસંગ કંપની નો મોબાઈલ પણ લૂંટી લીધો હતો.

 સમગ્ર ઘટના  એક મોબાઈલમાં વીડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી. જે બાબતમાં શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજુઆત રાકેશભાઈના પિતા બચુભાઈ રણછોડભાઇએ કરતા હડકમ્પ મચી જવા પામ્યો હતો.

   વિડિઓ વાઇરલ થતા ભઈલુજી તેમજ બે અન્ય લોકો દ્વારા ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવતાંની જાણ થતા શિહોરી પોલીસે કાર્યવાહી કરી આરોપી ભૈલુજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:58 pm IST)