Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ગાંધીનગર હાઇવે પર હિટ એન્ડ રન: બપોરના સમયે કાર ચાલકે આધેડને હડફેટે લઇ એક કિલોમીટર સુધી ઢસડતા કમકમાટી ભર્યું મોત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે અમદાવાદથી દહેગામના બારિયા ગામે જઈ રહેલા બાઈક સવાર દંપતિને પુરઝડપે આવતી કારે અડફેટે લીધા હતા અને બાઈકચાલક આધેડને કારચાલકે એક કિલોમીટર સુધી ઢસડયાં હતા. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે તેમના પત્નિને સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

અકસ્માતના બનાવો સતત વધી રહયા છે અને તેમાં હીટ એન્ડ રનની ઘટનામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અકસ્માત સર્જીને વાહનચાલકો સ્થળ ઉપર ઉભા રહીને ઘાયલોને સારવાર માટે લઈ જવાના બદલે ત્યાંથી ભાગી રહયા છે. ગાંધીનગર જિલ્લામાં વધી રહેલી હીટ એન્ડ રનની ઘટનામાં ફરાર કાર ચાલક પકડાતા નથી. ત્યારે આજે વધુ એક હીટ એન્ડ રનની ઘટના દહેગામથી ઉંટડીયા મહાદેવ જવાના માર્ગ ઉપર બારીયાના છાપરાં નજીક બની હતી. 

(5:35 pm IST)