Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

અમદાવાદના જુહાપુરામાં હિટ એન્ડ રન :ટ્રકે અડફેટે લેતા બાળકનું કરૂણમોત :દંપતીને ઇજા :ચાલક ફરાર

અઢી વર્ષના તલહા મોહમદ સઇમ પર ટ્રકનું પૈડુ ફરી વળતા ઘટના સ્થળે જ મોત

અમદાવાદનાં જુહાપુરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ટ્રકની ટક્કર લગતા માસુમ બાળકનું કરૂણમોત નીપજ્યું છે  

 આ અંગે મળતી વિગત મુજબ ગત મોડીરાતે એક દંપતી પોતાનાં બાળક સાથે ટુવ્હીલર પર જતાં હતાં ત્યારે  ટ્રકની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો જમા માસુમ બાળકનું મોત નીપજ્યું હતું જયારે દંપતીને ઇજા પહોંચી હતી

   મળતી માહિતી મુજબ રોયલ અકબર ટાવર પાસે મોડી રાતે મોતી બેકરી પાસેથી આ દંપતી એક્ટિવા પર પોતાના અઢી વર્ષના બાળકને લઇને જતા હતા.ત્યારે ટ્રકની ટક્કર વાગતા રોડ પર પટકાયા હતાં. જે બાદ અઢી વર્ષના તલહા મોહમદ સઇમ પર ટ્રકનું પૈડુ ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

આ અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો ત્યાં ભેગા થઇ ગયા હતાં અને પોલીસ અને 108ને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી છે. આ અકસ્માતનાં પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(11:07 pm IST)