Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

અરવલ્લી જિલ્લામાં ચાર જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો :એલસીબીએ 500 લીટર જથ્થાનો નાશ કર્યો

અરવલ્લી :દારૂબંધી મામલે અમદાવાદ ડીજીપીની સૂચના બાદ ઠેર ઠેર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં પણ પોલીસે દારૂબંધી માટે ડ્રાઈવ શરૂ કરી છે

  . એલસીબી પોલીસે ચાર સ્થળો પર કાર્યવાહી કરી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી મોટી માત્રામાં દારૂના જત્થાનો નાશ કર્યો હતો. અરવલ્લી એલસીબીએ 500 લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો. આ મામલે ચાર લોકો વિરુદ્ધ પ્રોહિબિશનની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

(10:11 pm IST)