Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

કોમર્સ પ્રવાહ પાઠ્યક્રમમાં આજથી પ્રવેશ પ્રક્રિયા શરૂ.

વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે : બેઠકોની સંખ્યા નક્કી નહીં હોવાથી વિદ્યાર્થીઓ દુવિધામાં વીર નર્મદ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પ્રવેશની પ્રક્રિયા

સુરત, તા. ૨ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ પ્રવાહના પાઠ્યક્રમોમાં આવતીકાલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે કોલેજ વહીવટીતંત્રને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. હજુ સુધી સીટોની સંખ્યા નક્કી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ દુવિધાભરી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ તરફથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ પ્રવાહના પાઠ્યક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ. થવાને લઇને રાહ જોઈ રહ્યા છે. આવતીકાલથી આ પ્રવેશ પ્રક્રિયા શરૂ. થશે. વિદ્યાર્થીઓ બીકોમ, બીબીએ, બીસીએ, બીકોમ એલએલબી પાઠ્યક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા ઓનલાઈન રહેશે. વિકેન્દ્રીય પ્રણાણીના આધાર પર પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવું નઈ કરવાની સ્થિતિમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે કોલેજ વહીવટીતંત્રને હેલ્પ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. હેલ્પ સેન્ટરમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા પણ આપવામાં આવી છે. શનિવારે જ વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં હેલ્પ સેન્ટર માટે કર્મચારીઓને ઓનલાઈન ભરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીએસસીના ૫૫ મહાવિદ્યાલયો માટે ઓનલાઈન અરજી ભરવામાં આવશે. બીકોમ, બીબીએ, બીસીએ માટે કેટલી યુનિવર્સિટી છે તેમાં કેટલી સીટો છે તેને લઇને દુવિધાભરી સ્થિતિ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. હજુ સુધી સીટોને લઇને દુવિધા છે.

 

 

 

(9:25 pm IST)