Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

રીંછના હુમલામાં અમીરગઢના ડેરી ગામનો આધેડ ખેડૂત લોહી લુહાણ :ગામલોકોમાં ભયનો માહોલ

અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં એક વૃદ્ધ રીંછ દ્વારા હુમલો કરવામાં આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને ૧૦૮ ની મદદથી દવાખાને લઇ જવાયા હતા.

 અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં રહેતા રગાભાઈ નગાભાઈ ભીલ પર રવિવારના વહેલી સવારે કુદરતી હાજતે જવાના સમય રીંછએ હુમલો કરતા તેઓના શરીરે ગંભીર ઇજા થઇ હતી. જોકે વૃદ્ધ દ્વારા બુમરાડ કરવામાં આવતા નજીકના લોકો દોડી આવતા રીંછ જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યું હતું. જ્યારે ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધને ૧૦૮ ના પાઇલોટ અરવિંદભાઈ, ઇએમટી ભવિનભાઈ દ્વારા પાલનપુર સારવાર માટે લઈ જવાયા હતા

(9:12 pm IST)