Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

બસમાં દારૂ.ના જથ્થા સાથે ડ્રાઇવરની થયેલી ધરપકડ

દૂધની ગાડીમાંથી દારૂ.નો જથ્થો જપ્ત

અમદાવાદ,તા. ૨ : રાજસ્થાન પરિવહનની બસ અમદાવાદ જઈ રહી હતી ત્યારે ગુજરાતની સરહદમાં પ્રવેશતા અમીરગઢ ખાતે રૂ.ટીન ચેકિંગ કરાયું હતું. જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન રાજસ્થાન પરિવહનની બસમાં ડ્રાયવર કેબીનમાંથી વિદેશી દારૂ. ઝડપાયો હતો. અમીરગઢ પોલીસે રૂ.. ૧૪ હજારની દારૂ.ની બોટલો કબજે કરીને ડ્રાઈવરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાંથી અમૂલ દૂધની ગાડીમાંથી દારૂ. પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, અમૂલ દૂધની ગાડીમાં દૂધના કેરેટમાં દૂધના બદલે દારૂ. ભરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે દૂધની ગાડીમાં દારૂ.ની હેરફેરની નવી મોડેસ ઓપરેન્ડીની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા એલસીબીએ અમૂલ દૂધની ગાડીમાં રૂ.. સાત લાખની કિંમતનો દારૂ.નો જથ્થો ગાડીમાંથી જપ્ત કર્યો હતો. એલસીબીએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

(7:57 pm IST)