Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ચાણસ્મા તાલુકા પંચાયતના પાંચ સભ્યો ગેરલાયક :કોંગ્રેસના વહિપનો અનાદર કરતા વિકાસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરાયા

ચાણસ્મા : ચાણસ્મા તાલુકા પંચાયતના પાંચ સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી સમયે પક્ષના વિક્ષનો અનાદર કરી બળવો કરતાં તમામ સભ્યોને ગેર લાયક ઠરાવવા માટે વર્તમાન તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ દ્વારા રજુઆત કરવામાં આવતાં વિકાસ કમિશનર દ્વારા તમામ પાંચ સભ્યોને હોદા પરથી દુર કરવાનો આદેશ કરતાં ચાણસ્માનું રાજકારણ ગરમાયુ છે

ચાણસ્મા તા.પંચાયતની ચુંટણીમાં ૧૮ બેઠકો કોંગ્રેસ પક્ષને ૧પ અપક્ષને ર તેમજ ભાજપના ૧ ઉમેદવાર વિજેતા બન્યા જેમાં પક્ષના આદેશથી પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે કોકિલાબેન કનૈયાલાલ પટેલની વર્ણી થઈ હતી.

 આ સમયગાળા દરમિયાન ચુટાયેલા કોંગ્રેસ પક્ષના સદસ્યોના આંતર કલહને કારણે રાજકીય અસ્થીરતા સર્જાઈ હતી. અને બીજી ટર્મ માટે તા.ર૦-૬-ર૦૧૯ના રોજ યોજાયેલ ચુંટણીમાં પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે ગેમરભાઈ દેસાઈ અને ઉપ પ્રમુખ માટે સરલાબેન ઠાકોરના નામના મેનડેડ આપી તેમની તરફેણમાં મતદાન કરવા વ્હીપ આપવામાં આવ્યો.પરંતુ ખુદ કોગ્રેસ પક્ષના પ સદસ્યોએ બળવો કરી ઉમેદવારી નોધાવી હતી પરંતુ તેમનો ચુંટણીમાં કારમો પરાજય થયો હતો.

   કોગ્રેસ પક્ષમાં બળવો કરનાર ભૂતપૂર્વ મહિલા પ્રમુખ કોકિલાબેન કનૈયાલાલ પટેલ, કૈલેશ હરીભાઈ પટેલ, ધિરાજી પથુજી ચાવડા, કૈલાશબા ભરતસિંહ સોલંકી અને કલાવતીબેન ગોપાલજી ઠાકોર વિરૂધ્ધ પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે નામો નિર્દિષ્ટ અધિકારી સમક્ષ પક્ષાંતર ધારા હેઠળ ફરીયાદ કરવામાં આવી હતી.

(5:31 pm IST)