Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું બંધ કરો: છોટુ વસાવાનો સીએમ રૂપાણીને પત્ર

પોલીસ લોકો પાસેથી ડરાવી ધમકાવી જો હુકમી કરી દંડ ઉઘરાવે છે: છોટુભાઈ વસાવાનો આક્ષેપ: રોજ રોજ અસંખ્ય લોકો ઓક્સિજન, વેન્ટિલેટર બેડની સુવિધાના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે: છોટુભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના કાળમાં સરકારે માસ્ક જ્યારે ફરજીયાત કર્યું છે ત્યારે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું કાર્ય કરતી હોવાનો આક્ષેપ બિટીપી એમએલએ છોટુભાઈ વસાવાએ લગાવ્યો છે.પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરે એવી માંગ છોટુભાઈ વસાવાએ સીએમ રૂપાણીને પત્ર લખી કરી છે.
           કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમીત ન થાય એ માટે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે.જે માસ્ક ન પેહરે એને દંડની જોગવાઈ પણ સરકારે કરી છે.સરકારના આ નિર્ણયનો બિટીપી એમએલએ છોટુભાઈ વસાવાએ વિરોધ કર્યો છે.એમણે સીએમ રૂપાણી સમક્ષ પત્ર લખી રોષ વ્યકત કર્યો છે.છોટુભાઈ વસાવાએ જણાવ્યું છે કે કોરોના કાળમાં લોકો રોજે રોજ જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર બેડના અભાવે અને તંત્રની ઘોર બેદરકારીને લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.ભરૂચ જિલ્લાની પોલિસ રોજ ગરીબ, નિર્દોસ અને મધ્યમવર્ગના લોકો પાસેથી માસ્ક તથા અન્ય કારણોસર હજારો રૂપિયા દંડ વસુલે છે.લોકો પાસે રોજગારી નથી, કામધંધા બંધ છે ત્યારે ખેડૂત,વેપારીઓ, કારીગરો અને મજૂરો હેરાન થઈ રહ્યા છે.આર્થિક મંદીમાં ફસાયેલા લોકોને ભરૂચ જિલ્લાની પોલિસ ડરાવી-ધમકાવી- જો હુકમી કરી દંડ વસૂલી રંજાડી રહી છે.એ ખરેખર બંધ થવું જોઈએ એવી મારી માંગ છે.

(11:48 pm IST)
  • વડાપ્રધાનનું નવુ નિવાસસ્થાન ૨૦૨૨ના અંત સુધીમાં તૈયાર થઈ જશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અત્યાધુનિક નવુ નિવાસસ્થાન ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે : જેમાં એસપીજી નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે : ઉપરાષ્ટ્રપતિના નવુ મકાન પણ મે ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે : સેન્ટ્રલવિસ્ટા પ્રોજેકટ હેઠળ વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનો પણ ૧૩૪૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના બાકીના બિલ્ડીંગો માટે કેન્દ્ર સરકારે જરૂરી પર્યાવરણ મંજૂરી આપી દીધી છે : સત્તાવાર જાહેરાત હવે પછી થશે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 1:20 pm IST

  • કેન્દ્રીય મંત્રી અને ભાજપના સિનિયર નેતા થાવરચંદ ગેહલોતના પુત્રી યોગીતા સોલંકીનું કોરોના સંક્રમીત થયા બાદ સારવાર દરમ્યાન નિધન થતા ઘેર શોકની લાગણી ફેલાયેલ છે. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતના પુત્રી યોગીતાનો કોરોનાએ જીવનદિપ બુઝાવ્યો access_time 5:56 pm IST

  • જૂનાગઢમાં બપોર બાદ ભેદી ધડાકો સંભળાયા પછી કમોસમી વરસાદ પડ્યો : સ્તા પરથી પાણી વહેવા લાગ્યા : ૦ થી ૧૫ મિનિટ સુધી આ વરસાદ ચાલુ રહ્યા : બાદમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા હતા અને તડકા - છાંયાનું વાતાવરણ સર્જાયેલ (વિનુ જાષી, દ્વારા જૂનાગઢ) access_time 6:19 pm IST