Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજપીપળા ટેકરા ફળીયામાંથી જુગાર રમતા પાંચને રોકડ તથા મુદ્દામાલ કિ.રૂ.૭૮,૧૨૦ /- સાથે ઝડપી પાડતી LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , નર્મદાનાઓ ની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ રાજપીપળા ટેકરા ફળીયા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ રેઇડ કરતા પાંચ શખ્સોમાં ( ૧ ) અંકિતભાઇ ભરતભાઇ વસાવા ( ૨ ) રોનકભાઇ મહેન્દ્ર ભાઇ વસાવા ( ૩ ) ઉમંગભાઇ નગીનભાઇ વસાવા ( ૪ ) પંકજભાઇ પ્રવિણભાઇ વસાવા ( ૫ ) કમલેશભાઇ ભરત ભાઇ વસાવા તમામ(રહે . ટેકરા ફળીયુ , રાજપીપળાને ઝડપી પાડી તેમની પાસેથી જુગારના દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ .૧૨,૬૨૦  તથા મોબાઇલ નંગ -૪ કિ.રૂ. ૧૦,૫૦૦ તથા મો.સા. નંગ -૨ કિ.રૂ .૫૫,૦૦૦ નો મળી કુલ્લે કિ.રૂ. ૭૮,૧૨૦-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમના વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

(11:41 pm IST)