Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમદાવાદમાં કાલે 45થી વધુ વયના નાગરિકોનું વેક્સીનેશન બંધ રહેશે : 18 થી 44 વર્ષના લોકોનું રસીકરણ રાબેતા મુજબ ચાલુ

અમદાવાદમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર, AMC સંચાલિત હોસ્પિટલમાં વેક્સીનેશન બંધ રહેશે : હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન, તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ : વેક્સીનનો જથ્થો પર્યાપ્ત ન હોવાથી AMCનો નિર્ણય

અમદાવાદ : રસીનો જથ્થો ખૂટી પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલથી હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન, તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. રસીનો જથ્થો ના હોવાથી AMC દ્વારા આ કેટેગરીમાં રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે રસીનો જથ્થો આવશે ત્યાર બાદ જ રસીકરણ શરૂ થશે એવી AMC દ્વારા જાહેર કરવામાં આવ્યું છે

જોકે 18 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું નથી. 18થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ રાબેતા મુજબ જ ચાલુ રાખવમાં આવ્યું છે. જે માટે નાગરિકો એ અગાઉથી જ રજિસ્ટ્રેશન કરીને જવાનું રહેશે.

18 થી 44 વર્ષના નાગરિકોએ કોવિડ રસી મેળવવા ઓનલાઈન રજીસ્ટ્રેશન www.cowin.gov.in પરથી register shining yourself અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનથી રજીસ્ટ્રેશન કરાવીને જે તે દિવસનો ટાઇમ સ્લોટ નક્કી કરવાનો રહેશે. મ્યુનિસિપલ સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલોમા માત્ર 18 થી 44 વર્ષના વયજૂથના લોકોનું જ રસીકરણ કરવામાં આવશે.

(11:10 pm IST)