Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

નકલી રેમેડીસીવર ઇન્જેક્શન બનાવાના કૌભાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે જયદેવસિંહ ઝાલા સુરતથી ઝડપી લીધો

આરોપી જયદેવસિંહ ઝાલાએ 134 પૈકી 126 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચ્યા હતા.

સુરત : કોરોનાની મહામારીમાં લોકોને મદદ કરવાને બદલે કેટલાક લોકો માનવતાના હત્યારા બની ગયા છે. હાલમાં જ સુરતના ઓલપાડના પિંજરત ગામના ફાર્મ હાઉસમાં બનેલા અને તેલંગણાની કંપનીના માર્કો લગાવેલા નકલી રેમડેસિવર બનાવવાના રેકેટનો પર્દાફાશ કરાયો હતો, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ કરી જયદેવસિંહ વેલુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો. કૌશલે ઈન્જેક્શન જયદેવસિંહને સપ્લાય કર્યા હતાં.  સપ્લાય કર્યા હતા. શનિવારે મોડી રાત્રે સુરત ક્રાઈમ બ્રાંચે જયદેવસિંહને ઝડપી પાડ્યો હતો.

 મોરબી પોલીસે પકડેલા નકલી રેમેડીસીવર ઇન્જેક્શન કેસમાં પકડેલા કૌશલ વોરાએ સુરત, અમદાવાદ, મોરબી જ નહીં વડોદરા અને મહેસાણામાં પણ ઇન્જેક્શન સપ્લાય કર્યા હતાં. જયદેવસિંહ પાસેથી પોલીસે 38400ની કિંમતના 8 નકલી રેમડેસિવિર કબજે લીધા હતા. અસલી છે કે નકલી તે જાણવા માટે પોલીસે ખોરાક અને ઔષધ નિયમન કચેરીના નિયામક સંદિપ પટેલને સ્થળ પર બોલાવી ઓરિજિનલ ઈન્જેક્શન સાથે સરખામણી કરાવી હતી. જેમાં જયદેવસિંહ પાસેથી મળેલા ઈન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી કૌશલે જયદેવસિંહને ઇન્જેક્શન રૂ.3500ના ભાવે આપતો અને જયદેવસિંહ 4500માં વેચતો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયદેવસિંહ ઝાલાએ 134 પૈકી 126 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચ્યા હતા. હાલમાં આરોપી જયદેવ 10 દિવસના રિમાન્ડ પર છે. વધુમાં જયદેવસિંહ ઝાલા મુંબઈમાં રહેતો હતો. તે મુંબઈથી વડોદરા રહેવા ગયો હતો. વડોદરામાં તે ગોલ્ડ લોનમાં એજન્ટ તરીકે કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તે વરાછામાં મીના ગોલ્ડ લોનની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. તેના ભાઈઓ પણ ગોલ્ડ લોનનું કામ કરતા હોવાથી તે પણ ગોલ્ડ લોનમાં લાગી ગયો હતો. સુરતમાં અડાજણમાં તે ભાડેથી રહેતો હતો. ડીસીબીની ટીમે તેના ઘરે અને વરાછામાં આવેલી ઓફિસે તપાસ કરી હતી. જેમાં લોન લેનાર લોકોના ડોક્યુમેન્ટ સિવાય બાકી કશું મળ્યું ન હતું.

 સૂત્રધાર કૌશલ વ્હોરાએ વર્ષ પહેલા ગોલ્ડ લોન લીધી હતી. તે વખતે જયદેવસિંહ સાથે મિત્રતા થઈ હતી. હાલમાં જયદેવને તેના મિત્ર માટે રેમડેસિવિરની જરૂર પડતા કૌશલનો સંપર્ક કર્યો પછી કૌશલે તેને કમાવવા નકલી ઇન્જેક્શન આપ્યા હતા. જયદેવસિંહ દર્દીના સગા પાસેથી ઈન્જેક્શન પર 1 હજાર કમિશન લેતો હતો

(9:36 pm IST)