Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમદાવાદના અમરાઈ વાડીમાં વહીવટ કરીને આરોપીને છોડી દેવામાં જવાબદાર ઠરેલા પીએસઆઇ સહિત બે કોન્સ્ટેબલને પાણીચું અપાયું

વિદેશી દારૂ પકડાયા બાદ કોઈ કાર્યવાહી નહીં કરતા અને ભાગ - બટાઈમાં વાંધો પડતા ડીસીપી સુધી મામલો પહોંચ્યા બાદ લેવાયું પગલું

અમદાવાદ: અમરાઈવાડી સ્થિત ચાચાનગરની ચાલી વિમલ એસ્ટેટની બાજુમાં અમરાઈવાડીના પીએસઆઈ સહિત બે કોન્સ્ટેબલે દારૂની રેડ પાડી હતી. જેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે પીએસઆઈ અને કોન્સ્ટેબલે ભેગા મળીને આરોપી પાસેથી મોટો તોડ કરીને આરોપીને છોડી દઈ કોઈ કાર્યવાહી કરી હતી.

અન્ય પોલીસ કર્મીઓને પોતાનો ભાગ મળતા બીજા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા વહીવટદારને જાણ થતાં સ્થાનિક અધિકારીઓ ને જાણ કરતા મામલો બહાર લાવવામાં આવ્યો હતો. જે બાદ DCP PSI અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.

અમરાઈવાડી વિસ્તારમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સી.પી.રાવ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિમલકુમાર અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સજ્જનસિંહ ગત તારીખ 29 મીએ અમરાઈવાડી વિસ્તારની ચાચાનગરની ચાલી વિમલ એસ્ટેની બાજુમાં દારૂ અંગેની રેડ પાડી હતી. રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સહીતનો મુદ્દામાલ મળી આપ્યો હતો.

પીએસઆઈ સી પી રાવ અને બંન્ને કોન્સ્ટેબલોએ ભેગા મળીને મોટા પૈસા લીધા હતા અને આરોપી સામે કોઈ કાર્યવાહી કર્યા વગર જવા દીધા હતા. જોકે સ્થાનિક અધિકારી અને વહીવટદાર જનકને પૈસા મળતા અંગે ડીસીપી સુધી મામલો પહોંચ્યો હતો. આખરે ડીસીપીએ અંગે ઇન્કવાયરી આપી પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.

(8:52 pm IST)