Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ચોર પણ કમાલનો નીકળ્યો ! સિવિલ હોસ્પિટલમાંથી પીપીઈ કીટની ચોરી કરી, એ જ પીપીઈ કીટ પહેરી, મોબાઇલની ચોરી કરતો'તો

સુરતની સિવિલમાં PPE કિટ પહેરી દર્દીના ફોનની ચોરી કરતો યુવક પકડાયો. આ ચોર પહેલા નવી સિવિલમાં પીપીઈ કીટની ચોરી કરે છે અને પછી તે જ  પીપીઈ કીટ પહેરીને કોવિડ-19 માટેની કિડની હોસ્પિટલમાં જઈ પેશન્ટની નજર ચુકવી મોબાઇલની ચોરી કરે છે. ખટોદરા પોલીસે મોબાઇલ ચોર ને સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડી તેની પાસેથી ચોરીના ૫ મોબાઇલ કબજે કર્યા છે. આ ચોર બે મહિના પહેલા નવી સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામ કરતો હતો. જેથી તેને તમામ ગતિવિધિઓની ખબર હતી. અગાઉ તે પાંડેસરા પોલીસમાં પણ મોબાઇલ ચોરીમાં પકડાયો હતો. સીસીટીવી ફૂટેજમાં તે એક પેશન્ટનો મોબાઇલ ચોરી કરી પીપીઈ કીટની ચેઇન ખોલી ખિસ્સામાં મુકતો દેખાય છે. ખટોદરા પોલીસે સ્ટાફની પૂછપરછ કરતા તેમાં નવી સિવિલના સ્ટાફના ભૂતકાળના રેકોર્ડમાં રીઢાચોરનું નામ સામે આવ્યું હતું.

(8:08 pm IST)