Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખેડા જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર 21 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

ખેડા:જિલ્લામાં  છેલ્લા એક માસથી સતત કોરોનાના સંક્રમણ દિનપ્રતિદિન વધારો નોધાઇ રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં કોવિડ ગાઇડલાઇન મૂજબ વિવિધ કાર્યક્રમો યોજવા સ્થાનિક નાગરિકોને તાકીદ કરાઇ છે.વળી જાહેરમાનાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી રહી છે.જાહેરનામાં પ્રમાણે લગ્નની નોંધણી ઓનલાઇન રજીસ્ટર કરાવવાની હોય છે.જે નિયમનુ પાલન કરનાર વ્યક્તિઓ વિરુધ્ધ પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે.

આજે નોધાયેલ ફરિયાદમાં લગ્નની નોધણી કરાવી અથવા લગ્ન સમારંભમાં નિર્ધારિત કરેલ વ્યક્તિ કરતા વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોય તેવા વ્યક્તિઓ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.વળી સોશિયલ ડિસ્ટન્સ કે જિલ્લાના વડા મથક નડિયાદમાં દુકાનો ખુલ્લી રાખનાર વ્યક્તિઓ વિરુધ્ધ પણ ફરિયાદ નોંધાઇ છે.નડિયાદ શહેરમાં પાંચ,કઠલાલ ચાર,મહેમદાવાદ ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ, સેવાલિયા બે વ્યક્તિઓ વિરુધ્ધ  જ્યારે કપડવંજ ગ્રામ્ય, કપડવંજ ટાઉન,ખેડા, મહુધા, વસો એક-એક વ્યક્તિ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ઠાસરા અને નડિયાદ રેલ્વે પોલીસે એક-એક વ્યક્તિઓ પાસે માસ્ક પહેરવા અંગે દંડ વસુલ્યો હતો.

(4:51 pm IST)