Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં સંપૂર્ણ લોકડાઉનનો ચુસ્ત અમલ થતો જોવા મળ્યો

ખેડા:જિલ્લાના કઠલાલ તાલુકામથકમાં જાહેર કરવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનનો ચુસ્ત અમલ જોવા મળ્યો હતો. દુકાનો અને વેપારધંધા બંધ રહેતા શહેરમાં દિવસ દરમિયાન  કોઈ હલચલ જોવા મળી હતી.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા કઠલાલ નગરપાલિકા દ્વારા --૨૧થી --૨૧સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના પહેલા દિવસે ચુસ્ત  અમલ જોવા મળ્યો હતો. સવારે બે કલાક માટે દુગ્ધાલયો અને શાકભાજી-ફળોના વેપારીઓને છૂટ આપવામાં આવી છે

સવારે થોડી ચહલપહલ જણાયા બાદ ૧૦ વાગ્યાથી સમગ્ર નગરમાં નિર્જનતા વ્યાપી ગઈ હતી અને તમામ મુખ્ય વિસ્તારો-રસ્તાઓ ખાલી જોવા મળ્યા હતા.

(4:50 pm IST)