Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમે ગુજરાતી લહેરી લાલા... સમરસમાં ગૂંજયા ગીત

રાજકોટઃ ઓકિસજનના માસ્ક પહેર્યા હોઈ અને દર્દી પલંગ પર બેસી ગીત સંગીતના તાલે ઝૂમે એ ગુજરાતમાં જ શક્ય છે. લહેરી લાલા ગુજરાતીઓને રાજકોટના સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે એમ.એસ.ડબ્લ્યુ. ની કાઉન્સેલિંગ ટીમના સભ્યો રોજબરોજ આવી થેરાપી આપી હળવાફૂલ રાખે છે.

નીલધારા રાઠોડ (સાઈકિયાટ્રીક સોશિયલ વર્કર) અને એમ.એસ. ડબ્લ્યુ.ના વિદ્યાર્થીઓ અદિતિ પટેલ, જ્યોતિકા પટેલ,  મનીષા  પરમાર,   નિકિતા પરમાર, જયેશ દેલવાલીયા, વિશાખા કુકડીયા, શ્રેયા ઠાકર, એલિસન મકવાણાની ટીમ દર્દીઓની સારસંભાળ રાખે છે. તેમને રોજબરોજ કસરત કરાવવાની, જમાડવામાં મદદ કરવાની સહિતની પ્રવૃત્તિમાં મદદરૂપ બને છે. દર્દીઓને અન્ય કોઈ પ્રોબ્લેમ હોઇ તો તેનું નિરાકરણ લાવે છે. એક પારિવારિક હૂંફ પૂરી પાડવાનું કામ આ ટીમ કરી રહી છે.

હાલમાં જ દર્દીઓ માટે હકારાત્મક વિચારો આવે અને મન અન્ય જગ્યાએ જોડાયેલું રહે તે માટે ધાર્મિક, આધ્યાત્મિક, નોવેલ સહિતના ૬૦૦ જેટલા પુસ્તકો દર્દીઓને વાંચવા માટે ઉપલબ્ધ કરાવાયા છે.

(4:18 pm IST)