Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ભરૂચમાં ‘કોરોના કાળમાં પૈસા કોઇ કામના નથી’ તેમ કહીને બ્રિજ ઉપરથી રૂપિયાનો વરસાદ કર્યા બાદ યુવકનો આપઘાતનો પ્રયાસ

ભરૂચ: ભરૂચ સહિત રાજ્યભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. લોકોએ પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. ત્યારે ઘણા નિરાશ થઇને તણાવ અનુભવવા લાગ્યા છે. તો બીજી તરફ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. આ પ્રકારની તમામ પરિસ્થિતિઓ માનસિક સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી બની જાય છે.

તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના અંકલેશ્વરમાં એક યુવકે માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકોએ તેનો જીવ બચાવી લીધો છે.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે  ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એમ કહીને તેણે બ્રિજ પરથે નોટોનો વરસાદ કર્યો હતો. નોટો ઉડાવ્યા બાદ તેણે બ્રિજની રેલિંગ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકો સમયસર પહોંચી જતાં તેનો જીવ બચી ગયો હતો.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવો દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.

(4:24 pm IST)