Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાજ્યમાં એક જ વર્ષમાં 11 આઇપીએસ ઓફિસરો નિવૃત થશે

 

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષો બાદ એક સાથે એક વર્ષમાં 11 આઈપીએસ ઓફીસર નિવૃત્ત થઇ રહ્યા છે. વર્ષ 2019માં ડીજી કક્ષાથી માંડીને ડીસીપી કક્ષા સુધીના કુલ 11 અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. રાજ્યમાં એકસાથે 11 જેટલા આપીએસ અધિકારકીની નિવૃત્તીથી અન્ય અધિકારીઓને ફાયદો પણ મળી શકે છે અને પ્રમોશન પણ આવી શકે છે.

જાન્યુઆરી 2109થી ડિસેમ્બર 2019 સુધીમાં કુલ 11 IPS અધિકારી નિવૃત્ત થવાના છે, જેના કારણે ગુજરાત પોલીસને અનુભવી અધિકારીઓની મોટી ખોટ પડશે.

જે.કે.ભટ્ટઃ એડીડીજી કક્ષાના અધિકારી, જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થયા છે જયારે .તિર્થ રાજઃ ડીજી કક્ષાના અધિકારી, જાન્યુઆરી મહિનામાં નિવૃત્ત થયા.છે મોહન ઝાઃ ડીજી કક્ષાના અધિકારી, હાલ ગુજરાત રાજ્ય જેલ વિભાગના વડા, જુલાઈ મહિનામાં થશે નિવૃત્ત.સતિષ શર્માઃ ડીજી કક્ષાના અધિકારી, હાલ સુરત પોલીસ કમિશનર છે, ઓગષ્ટ મહિનામાં નિવૃત્ત થશે વી.એમ.પારઘીઃ એડીડીજી કક્ષાના અધિકારી, જુનમાં સેવાનિવૃત્ત થશે.

(12:25 am IST)