Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ધાનેરાના ભાટીબ ગામે 12 વર્ષીય બાળકને પેટ્રોલ છાંટી સળગાવવાની ચકચારી ઘટનામાં તટસ્થ તપાસની માંગ

ત્રણ શખ્શો સામે ફરિયાદ બાદ તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવા પોલીસ સમક્ષ માંગણી

 ધાનેરા તાલુકાના ભાટીબ ગામે 12 વર્ષીય બાળકને પેટ્રોલ છાંટી સળગાવવાના ચકચારી કિસ્સામાં નવો વણાંક આવ્યો છે ભાટીબ ગામના મલુજી નામના વ્યક્તિએ પોતાના ભાઈ ભરતને પેટ્રોલ છાંટી સળગાવ્યો હોવાના આરોપ સર ભાટિબ ગામના ત્રણ શકશો વિરુદ્ધ પોલિશ ફરિયાદ કરી હતી.જયારે ઇજાગ્રસ્ત બાળકે પણ પોલિશ સમક્ષ નિવેદન આપ્યું હતું. ત્રણ શકશોએ તેના પર પેટ્રોલ છાંટી તેને સળગાવ્યો હતો. ધાનેરા પોલિશએ પણ ફરિયાદીની ફરિયાદ લઈ ત્રણ શકશો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

  ગત સાંજે ધાનેરા તાલુકાના ભાટીબ ગામના આગેવાનોએ ધાનેરા પોલિસ પી આઈ સમક્ષ આ આખી ઘટના ખોટી હોવાની રજુઆત કરી યોગ્ય તપાસની માંગ કરી હતી.જયારે આજે ધાનેરા પોલીસ મથકે ભાટીબ ગામના આગેવાનો આ ત્રણે શકશોને રૂબરૂ પોલીસ મથકે આવી રજૂ કર્યા છે. ગ્રામજનો માનીએ તો ફરિયાદીએ અગાઉ આ પરિવારના વડા પ્રભુજીની હત્યા કરી છે અને જે બાબતને ધ્યાને લઈ આ આખો બનાવ ખોટો ઉભો કરી આ ત્રણ શકશોને ફસાવવામાં આવ્યા છે. આ ગુનામા જેનું નામ છે આવા મોડાજી સાથે અમારા સવાદદાતાએ પૂછના તેમને પોતે નિર્દોસ હોવાનું જણાવી સત્ય બહાર લાવવા માટે પોતે જાતે પોલિસ સમક્ષ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

(9:43 pm IST)