Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોડાસા-નડિયાદ હાઇવે પર બાયડના ડેમાઈ ગામ નજીક નજીક ટ્રક-ટ્રેલર પલટી : ટ્રક ચાલાક ક્લીનર બંન્ને ઘાયલ

માલસામાન વેરવિખેર :ટ્રક-ટ્રેલર પલટી જતા ટ્રાફિકજામ ના દ્રશ્યો

મોડાસા-નડિયાદ હાઇવે સતત ભાર વાહક વાહનો થી ધમધમી રહ્યો છે. ટ્રક-ટ્રેલર,ટેન્કર અને ડમ્પર ચાલકો બેફામ ગતિએ હંકારતા નાના વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે

બાયડના ડેમાઈ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે નડિયાદ તરફથી સોફ્ટ પાવડર ભરી આવતા ટ્રક-ટ્રેલરના ચાલકે પુરઝડપે હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી ટ્રક-ટ્રેલર ને પલટી ખવડાતા ભારે અફરા-તફરી મચી હતી. સદનસીબે ટ્રક ચાલક અને ક્લિનરના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ્રક-ટ્રેલર પલ્ટી જતા ટ્રકમાં રહેલો માલસામાન વેરવિખેર થઈ ગયો હતો ટ્રક-ટ્રેલર પલટી જતા ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા

(8:30 pm IST)