Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

આણંદ તાલુકાના મોગરમાં ઝાડ કાપવાની બાબતે બે શખ્સોએ પિતા-પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ

આણંદ: તાલુકાના મોગર ગામની સીમમાં ગઈકાલે સવારના સુમારે ઝાડ કાપવાની બાબતે બે શખ્સોએ પિતા-પુત્રને કોદાળી અને લાકડીથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર કરણસિંહ છત્રસિંહ મહિડા ગઈકાલે સવારના પોણા દશેક વાગ્યાના સુમારે મોગરની નાકારી કૂવા સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં ઝાડ કપાવતા હતા ત્યારે અભેસિંહ ફુલસિંહ મહિડા આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને પોતાની પાસેની લાકડી જમણા હાથે કોણીના ભાગે, જમણા ખભાના ભાગે, ડાબા તથા જમણા પગના ઢીંચણ ઉપર મારી દીધી હતી. જેથી કરણસિંહનો પુત્ર રાજેન્દ્રસિંહ છોડાવવા વચ્ચે પડતાં અભેસિંહે કોદાળી લઈને ડાબા હાથની બીજી અને ત્રીજી આંગળીએ મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. કોદાળીનો ઘા અંદરની તરફ વાગતા જ નશ તૂટી જવા પામી હતી. બળવંતસિંહ અભેસિંહનું ઉપરાળુ લઈને આવી ચઢ્યો હતો અને પોતાના હાથમાની લાકડી રાજેન્દ્રસિંહને મારીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. 


 

(5:47 pm IST)