Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ખેડામાં દાણ પાર્લરમાં કેબિનમાંથી તસ્કરોએ 47 હજારની મતાની ઉઠાંતરી કરી

ખેડા: શહેરમાં સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ અમુલ દાણ પાર્લરના કેબીનમાં ત્રાટકેલા તસ્કરો ડ્રોવરમાંથી રૂ.૪૭,૧૬૧ની મત્તા ચોરી કરી ગયાં હોવાની ફરિયાદ ખેડા ટાઉન પોલીસમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા સિવિલ હોસ્પિટલ પાછળ શાન્તીનગર સોસાયટી તરફ જવાના રોડ ઉપર અમુલ વેટરનરી સેન્ટર પાસે અમુલ દાણ પાર્લરનું કેબીન આવેલુ છે. ગત શનિવારના રોજ સાંજના સમયે પાર્લર બંધ કર્યાં બાદ સોમવાર સુધીના કોઈ પણ સમયગાળા દરમિયાન આ કેબીનમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. આ પાર્લર કેબીનના પાછળના ભાગે આવેલ ખુલ્લી બારીનો સળીયો ઊંચો કરી તસ્કરો અંદર ઘુસ્યાં હતાં. અને કેબીનમાં મૂકેલ ડ્રોવરનું લોક તોડી મૂકેલ રૂ.૪૭,૧૬૧ ની ચોરી કરી હતી. 

(5:45 pm IST)