Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નડિયાદના ચકલાસી નજીક પંચાયતના મકાનમાંથી તસ્કરોએ 20 હજારની મતાની ચોરી કરી

નડિયાદ:તાલુકાના ચકલાસી તાબે આવેલ ચંપાજીના મુવાડી પંચાયતના મકાનમાં ગતરોજ રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો પંખા તેમજ કમ્પ્યુટર સેટની ચોરી કરી ફરાર થઈ જતાં આ બનાવ અંગે ગામના સરપંચે ચકલાસી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે ચંપાજીના મુવાડી ગામ આવેલું છે. ગામમાં આવેલ પંચાયતના મકાનમાં ગતરોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યાં તસ્કરોએ દરવાજાને મારેલુ તાળુ તોડી પંચાયતમાં પ્રવેશ કર્યો હતો. અને પંચાયતના મકાનમાં સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર તેમજ પંખાની ચોરી કરી પલાયન થઈ ગયાં હતાં. તસ્કરોએ આ પંચાયતમાંથી પાંચ નંગ પંખા કિંમત રૂ.૫૦૦૦ તેમજ એલસીડી, સીપીયુ, કી-બોર્ડ, માઉસ સહિતનો કમ્પ્યુટર સેટ કિંમત રૂ.૧૫,૦૦૦ ની ચોરી કરી લઈ ગયાં હતાં. 

 

(5:44 pm IST)