Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ધાનેરાના ભાટીબમાં કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલ તકરારમાં 12 વર્ષીય પુત્ર પર પેટ્રોલ છાંટી સળગાવી દેતા અરેરાટી

ધાનેરા:તાલુકાના ભાટીબ ગામે સંબંધોની તમામ હદોને નેવે મુકતુ એક અધમ  કૃત્ય કૌટુંબિક ભાઈઓએ આચર્યું છે. જેમાં ચાર વર્ષ અગાઉ કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી તકરારમાં પિતાના મોતનો બદલો લેવા માટે કૌંટુંબિક ભાઈઓ દ્વારા કુટુંબી ભાઈના ૧૨ વર્ષના દિકરા ઉપર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ભાટીબ ગામે ઘર આંગણે નિંદર માણી રહેલા એક ૧૨ વર્ષના કિશોર પર ગુરુવારની વહેલી પરોઢે તેના કુટુંબીજનો દ્વારા પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં બાળક ભડભડ સળગવા માંડતા તેને બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી ગયા હતા અને બાળકને આગની ઝપેટમાંથી છોડાવીને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

(5:43 pm IST)