Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

દાંતીવાડા નજીક પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા મોટા જથ્થામાં પાણીનો જથ્થો વેડફાયો

દાંતીવાડા:એક તરફ કાળઝાળ ગરમી વરસી રહી છે.અને બીજી ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારોમાં પાણીની તંગી છે. અને દાંતીવાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પણ પીવાના પાણી માટે વલખાં છે. ત્યારે દાંતીવાડા તાલુકાના છેવાડાના ગામોમાં જતી પાણી પુરવઠા વિભાગની લાઇનમાં ગત બુધવારે હજારો લીટર પાણી વેડફાયું રહ્યું હતું. અહીં લાઈન ક્ષતિયુક્ત થતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વેડફાઇ રહ્યું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ લાઇન અનેક વાર તૂટી જાય છે. અને જવાબદાર અધિકારોઓની બે કાળજીથી આ લાઇન વારંવાર રિપેર કરવા છતાં પણ તુટી જાય છે. જેના કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તામાં વહી જાય છે. અને બીજી બાજુ તાલુકાના અંતરિયાળ ગામોમાં લોકો અને પશુઓ માટે પીવાના પાણી માટે ફોફા છે.

દાંતીવાડા તાલુકામાં આવેલ બે મોટા ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે. ઉનાળાની શરૃઆતમાં જ રાજ્યમાં લોકો અને પોતાના મહામુલે પશુધન પાણી માટે ટળવળી રહ્યો છે. પરંતુ દાંતીવાડા ડેમની પાણી પુરવઠા વિભાગની લાઇન જે ઓઢવા ચોથીવાસ પાસે બુધવારે લીકેજ થતા રસ્તાઓ પર મોટી માત્રામાં પાણી ભરાઇ ગયું હતું. જવાબદાર નધરોળ અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આ હજારો લીટર પીવાનું પાણી વેડફાઇ ગયું હતું.

(5:42 pm IST)