Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સુરતમાં પ્રસૂતાનો દુખાવો સહન ન થતા પરિણીતાએ લેબર રૂમમાંથી છલાંગ લગાવી: આષ્ચર્ય જનક રીતે તંદુરસ્ત બાળકે જન્મ લીધો

સુરત:પ્રસૂતિનો દુઃખાવો સહન નહી થતા લિંબાયતની પરિણીતાએ નવી સિવિલ હોસ્પિટલમાં પહેલા માળે આવેલા લેબર રૂમની ગેલરીમાંથી છલાંગ લગાવી દીધી હતી. જોકે, આશ્વર્યજનક રીતે મહિલાને થોડી ઇજા થઇ પણ બચી ગઇ હતી અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં મંદિના મસ્જીદ પાસે  રહેતી ૨૦ વષીૅય ગર્ભવતી કનીશબી સમીર શેખને ગત રાતે પ્રસૂતિની પીડા ઉપડતા સિવિલમાં પહેલા માળે લેબર રૂમમાં દાખલ કરાઇ હતી. દરમિયાન આજે સવારે પીડા વધી ગઇ હતી. અને તે સહન નહી થતા સુઝબુઝ ગુમાવીને પહેલા માળની ગેલેરીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતા દોડાદોડ થઇ ગઇ હતી. ડોકટર અને કર્મચારીઓ નીચે ધસી ગયા હતા. અને પરિણીતાને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઇ જવાઇ હતી. 

(5:39 pm IST)