Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હાલોલ-વડોદરા હાઇવે પર ટેમ્પામાં બનાવેલ ગુપ્તખાનામાંથી દારૂનો જથ્થો ઝડપાયો: બે વ્યક્તિ ફરાર

વડોદરા:હાલોલ-વડોદરા હાઇવે પર ખંડીવાડા ગામ પાસે એક આયશર ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ખાનામાં સંતાડેલો દારૃનો મોટો જથ્થો ઝડપાયો હતો. જો કે રાત્રે પોલીસ ચેકીંગ જોઇ ચાલક તેમજ અન્ય બે વ્યક્તિઓ ફરાર થઇ ગઇ હતી.

પ્રાપ્ત માહિતિ મુજબ ખંડીવાડા ગામ પાસે મેન્ગો ઓર્ચીડ નજીક વાઘોડિયા પોલીસના સ્ટાફના માણસો દ્વારા ગઇ રાત્રે વાહનોનું ચેકીગ ચાલતું હતું ત્યારે એક આયશર ટેમ્પોના ચાલકે પોલીસ ચેકીંગથી થોડે દુર ટેમ્પો ઉભો રાખ્યો  હતો અને ચાલક તેમજ અન્ય બે વ્યક્તિઓ નજીકના ખેતરમાં ભાગી હતી જો કે પોલીસની નજર પડતા પોલીસના માણસોએ પણ તેમનો પીછો કર્યો હતો પરંતુ ત્રણે અંધારામાં પલાયન થવામાં સફળ રહ્યા હતાં.

(5:37 pm IST)