Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગુજરાત-મધ્યપ્રદેશને જોડતી બોર્ડર ઉપર કતવારા પોલીસના જવાનોને પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સના ચાલકે હડફેટે લીધા

દાહોદ: શહેરના ખંગેલા ચેક પોસ્ટ પાસે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે પોલીસના જવાનો પર કાર ચડાવી દેતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક એક પોલીસ જવાન તેમજ એક હોમગાર્ડનો જવાન ઘાયલ થતા તેને દાહોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર પર કતવારા પોલીસના જવાનો પર પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે ચેકપોસ્ટ પર જ પોલીસના જવાનોને અડફેટે લીધા હતા. આચાર સહિંતા લાગુ હોવાથી ચુંટણી પંચ દ્રારા પણ તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે કેમેરામેનને મુકવામાં આવ્યો હતો તેવા એક કેમેરામેન પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો.

દાહોદની મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી બોર્ડર પર આવાર નવાર આવા અકસ્માતના કિસ્સાઓ બને છે. ત્યારે એક ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે ચેક પોસ્ટ પર પોલીસ જવાનોને અડફેટે લેતા વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસ જવાન અને હોમગાર્ડનો જવાન ઘાયલ થયો હતો. પોલીસે ખાનગી એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ શરૂ કર્યું છે.

(4:51 pm IST)