Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

મોરવાહડફના ભુપેન્દ્રસિંહ ખાંટ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ

જાતિનું પ્રમાણપત્ર ખોટુ હોવાના આધારે સ્પીકરનું પગલુ : ધારાસભામાં કોંગીની સંખ્યા ૭૭ થી ઘટીને ૭૦ થઇ ગઇઃ ખાંટ અપક્ષ તરીકે ચૂંટાયેલા

ગાંધીનગર : તા.૩, પંચમહાલ જીલ્લાના મોડવાહફના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને જાતિના પ્રમાણપત્રના વિવાદમાં ધારાસભ્ય પદેથી  સસ્પેન્ડ કરાયાનું વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યું છે. તેઓ ૨૦૧૭માં અપક્ષ તરીકે ચુંટાયેલા અને ત્યારબાદ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

ભુપેન્દ્રસિંહ ખાંટે જાતિય અંગેનું પ્રમાણપત્ર ખોટુ રજુ કર્યાંનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. તેમણે આદિવાસી સમાજનું  પ્રમાણપત્ર ઉમેદવારી વખતે રજુ કર્યું હતુ. તે પ્રમાણપત્રના આધારે ભાજપના પરાજીત ઉમેદવારે કાનુની પડકારેલ આપેલ. સ્પીકરના કહેવા મુજબ તેમણે રજુ કરેલુ  જાતિય પ્રમાણપત્ર માન્ય રહેવા પાત્ર નથી તેથી તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(4:10 pm IST)