Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગુજરાતીઓએ દેશનું ગૌરવ વધાર્યું : રૂપાણી જયપુરમાં

અમદાવાદ, તા. ૩ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. જયાં જયપુરમાં ગુજરાતી સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે ભાજપ સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી સમાજભવનમાં જયપુરના ગુજરાતી સમાજના પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનમાં જણાવ્યું હતું કે ગુજરાતીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે.  વિજયભાઇ રૂપાણીએ જયપુરમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરવા સાથે દેશમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનું જણાવી દેશભરમાં વડાપ્રધાન મોદી તરફી અને વિકાસ માટેનો માહોલ હોવાનું ઉમેર્યું હતું.

(12:26 pm IST)