Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગુજરાતમાં અગ્રણીઓ અન્ય રાજયોમાં ચૂંટણી પ્રચારમાં

મોહનભાઇ, રાજેષ ચુડાસમા, ભારતીબેન, નારણભાઇ, પ્રદીપ ખીમાણી વગેરેને દિલ્હી પહોંચવા આદેશ

રાજકોટ, તા., ૩: દેશના અન્ય રાજયોમાં મતદાન બાકી છે ત્યાં ગુજરાતના પસંદગીના ભાજપના અગ્રણીઓને પ્રચારમાં મોકલાશે. મોહનભાઇ કુંડારીયા, રાજેષ ચુડાસમા, નારણભાઇ કાછડીયા, ભારતીબેન શિયાળ, પ્રદીપ ખીમાણી વગેરેને રવિવાર સુધીમાં દિલ્હી પહોંચવા જણાવાયું છે. આ અગ્રણીઓને દિલ્હી અથવા હરીયાણામાં કામગીરી સોંપાશે.

(12:24 pm IST)