Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કાંકરેજમાં ખેતરમાં સ્નાન કરતી સગીરાના અશ્લીલ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર

પ્રવિણ ઠાકોરે દુષ્કર્મ આચરી લીધા બાદ અશ્લીલ ફોટા વાયરલ કર્યા

બનાસકાંઠાના કાંકરેજ ગામની સીમમાં આવેલા ખેતરમાં સ્નાન કરતી સગીરાના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું  સગીરા બાજરીની આડમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના ગામના પ્રવિણ ઠાકોર નામના યુવકે તેના અશ્વીલ ફોટા પાડી લીધા હતા પ્રવિણે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.

  સગીરા જ્યારે ખેતરમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેને અંદાજ નહોતો કે નરાધમ પ્રવિણ સંતાઈને મોબાઇલમાં તેના ફોટા પાડી રહ્યો છે, પ્રવિણે પહેલાં ફોટા પાડી લીધા અને બાદમાં સગીરાને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની ફરિયાદ મુજબ પ્રવિણ ઠાકોરે તેના પર દુષ્કર્મ આચરી લીધા બાદ તેના અશ્લીલ ફોટા વાયરલ કર્યા હતા.
   સગીરા અને તેના પિતાએ આ ઘટનામાં શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાની ફરિયાદના આધારે સિહોરી પોલીસ સ્ટેશનને દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી પ્રવિણની શોધખોળ હાથ ધરી છે

(11:25 am IST)